10 વર્ષના ફેમસ ગુજરાત બાળક અભિનેતાનું થયું અવસાન, પપ્પાએ કહ્યું રવિવારે નાસ્તો કર્યો, પછી સખત તાવ આવ્યા પછી 3 વખત લોહીની ઉલટીઓ - Chel Chabilo Gujrati

10 વર્ષના ફેમસ ગુજરાત બાળક અભિનેતાનું થયું અવસાન, પપ્પાએ કહ્યું રવિવારે નાસ્તો કર્યો, પછી સખત તાવ આવ્યા પછી 3 વખત લોહીની ઉલટીઓ

ગુજરાતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર આપણી ગુજરાતની ફિલ્મ ‘છેલ્લો શો’ ના 10 વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી. પણ ભગવાનને કઈંક બીજું જ મંજુર હતું,

2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે આ બાળ કલાકારનું અવસાન થતા આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ છે. જામનગર બાજુ આવેલા તેના વતન હાપા ખાતે તેના પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. બાળ કલાકારના પિતા રામુ કોળી ઓટોરિક્ષા ડ્રાઇવર છે અને તેમણે જણાવ્યું કે, ‘ફિલ્મને લીધે મારો દીકરો ખૂબ જ ખુશ હતો

અને કહેતો હતો કે, 14 ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે.’ મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ અટલે કે તેનું તેરમું થશે. જે દિવસે મૃત્યું પછીની કેટલીક વિધિઓ કરવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) એ 12 દિવસ પહેલા આપણા ગુજરાતની આ ફિલ્મને 95મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી હતી.

‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ-બેસ્ડ ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી તેમના પોતાના જીવનથી પ્રેરિત છે. તેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા અને ફિલ્મ જગતના જાદુની શોધ કરી. ફિલ્મની સ્ટોરી પણ કંઈક આવી જ છે. ફિલ્મ નિર્માતા નલિને કહ્યું છે કે, બાળ કલાકાર રાહુલના અવસાનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આઘાતમાં સરી ગયા છે. અમે આ કઠીન સમયમાં તેના પરિવારની સાથે છીએ. અમે તેને બચાવી શક્યા નથી.

એક્ટરના પપ્પાએ ભારે હ્યદયે મીડિયાને જણાવ્યું હતુ કે, ‘રવિવારે તેણે નાસ્તો કર્યો અને પછી સખત તાવ આવ્યા પછી રાહુલને 3 વખત લોહીની ઉલટીઓ થઇ હતી. આ રીતે મેં મારું બાળક ગુમાવી દીધું. પરંતુ અમારો પરિવાર તેની અંતિમ શુદ્ધિકરણ વિધિ કર્યા પછી 14 ઓક્ટોબરના રોજ તેની મુવી એકસાથે જોઇશું.’ વધુમાં કહ્યું હતું કે, 3 ભાઇ બહેનોમાં મારો દીકરો સૌથી મોટો હતો. અમે ખુબ  ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધુ જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રિક્ષા વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે શું કર્યુ છે, ત્યારે તેઓએ અમને રિક્ષા પરત અપાવી દીધી.

admins

disabled