આમિર ખાન અને અભિનેત્રી ફાતિમા સના શેખની લગ્નની તસવીરો વાયરલ, શું સાચે જ આમિર ખાને કરી લીધા લગ્ન? જાણો

ખુશખબરી: આમિર ખાને વધુ એક હોટ હિરોઈન જોડે કર્યા ત્રીજા લગ્ન? જાણો હકીકત

અભિનેતા આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને આ વર્ષે તેની બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા હતા. જ્યારથી આમિરે છૂટાછેડા લીધા છે ત્યારથી તેના ત્રીજા લગ્નના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર આમિર ખાન અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે જેણે ફિલ્મ દંગલમાં તેની ઓનસ્ક્રીન પુત્રીનો રોલ કર્યો હતો.

કિરણ રાવ જોડેથી છૂટાછેડા લીધા પછી સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઇ રહ્યા છે કે આમિર ખાન ફાતિમા સના શેખ સાથે લગ્ન કરી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાન તેની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પછી તેના લગ્નની જાહેરાત કરશે પરંતુ આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આમિર અને ફાતિમાના લગ્નની તસવીરો પોસ્ટ કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર અને ફાતિમાએ લગ્ન કરી લીધા છે. તેમજ કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા પછી ફાતિમાને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં આમિર અને ફાતિમાની તસવીરમાં લખવામાં આવ્યું હતું કે, ફાતિમા શેખ એ જ અભિનેત્રી છે જેણે ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીનો રોલ કર્યો હતો. ફાતિમાએ આ ફિલ્મમાં ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. આજે આમિર ખાનની ત્રીજી બેગમ બની ગઈ છે.

આ દાવાઓમાં કેટલી વાસ્તવિકતા છે તે આમિર ખાનથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું. વાયરલ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. મૂળ તસવીરમાં આમિર ખાન કિરણ રાવ સાથે ઊભો છે. સ્વાભાવિક છે કે કોઈકે એડિટિંગ કરીને કિરણની જગ્યાએ ફાતિમાનો ચહેરો બદલી દીધો છે. અને આ તસવીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની 2018માં થયેલી સગાઈની છે. તે સમયે આમિર ખાને કિરણ રાવથી છૂટાછેડા લીધા ન હતા અને બંને એકસાથે સગાઈમાં પહોંચ્યા હતા.

આમિર અને ફાતિમાએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ આમિરના નજીકના મિત્રોનું કહેવું છે કે આ તમામ અહેવાલો નકલી છે. અને જ્યારે સમય આવશે ત્યારે આમિર પણ આ બધાનો જવાબ આપશે. હાલમાં તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ બૈસાખીના અવસર પર રિલીઝ થશે.

આમિર અને કિરણે અલગ થવાનું એલાન કરતા કહ્યું હતું કે, “અમારા 15 વર્ષની સુંદર સફરમાં અમે જીવનભરનો અનુભવ, આનંદ અને ખુશીનો અનુભવ કર્યો છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, આદર અને પ્રેમથી વિકસ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. હવે પતિ-પત્ની તરીકે નહીં પરંતુ એકબીજાના સહ-માતા-પિતા અને પરિવાર સાથે.

આમિર અને ફાતિમાએ 2016માં આવેલી ફિલ્મ દંગલમાં સાથે કામ કર્યું હતું. આ પછી તેમની નિકટતાના સમાચાર મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ પછી જ્યારે ફાતિમા પણ આમિર સાથે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં જોવા મળી તો ચર્ચાઓ વધી ગઈ અને લોકો એવું માનવા લાગ્યા કે આ બંને વચ્ચે ચોક્કસ કંઈક છે. ફાતિમા સના શેખ 1997ની કોમેડી ફિલ્મ ‘ચાચી 420’માં બાળ કલાકાર કમલ હાસનની પુત્રી તરીકે જોવા મળી હતી. આ પછી તેણે ‘વન ટુ કા ફોર’, ‘બડે દિલવાલા’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે.

After post

disabled