અજિતથી રિના રોય સુધી હિન્દૂ નથી આ 8 ફિલ્મી સ્ટાર્સ, જાણો તેમના અસલી નામ શું છે - Chel Chabilo Gujrati

અજિતથી રિના રોય સુધી હિન્દૂ નથી આ 8 ફિલ્મી સ્ટાર્સ, જાણો તેમના અસલી નામ શું છે

આ 8 સેલિબ્રિટીઓએ તમને મૂર્ખ બનાવ્યા, હિન્દૂ નથી પણ…જાણો કોણ છે લિસ્ટમાં

બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના નામથી જ એક અલગ નામના મેળવી ચુક્યા છે. ઘણા કલાકારો વિશે આપણે એ વાત પણ જાણીએ છીએ કે તેમને ફિલ્મોમાં આવ્યા બાદ પોતાના નામ પણ બદલી નાખ્યા છે. ઘણા લોકોએ જ્યોતિષના કહેવા અનુસાર સફળતા માટે નામ બદલ્યા અને તેમને નામના પણ મળી. આજે આપણે એવા જ કેટલાક કલાકારો વિશે જાણીશું જેમના નામ જોઈને નથી લાગતું કે તે મુસલમાન હશે.

1. અજિત:
બોલીવુડની ઘણી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવનાર અભિનેતા અજિતનું અસલી નામ છે હામિદ ખાન અલી. પરંતુ તે તેના સ્ટેજના નામ અજિતથી જ આજે ઓળખાય છે.

2. મધુબાલા:
બોલીવુડમાં જેની અદાઓ અને સુન્દરતાએ સૌને દીવાના કાર્ય હતા એ અભિનેત્રી મધુબાલાનું અસલી નામ છે મુમતાઝ જહાં દૈહલવી. દેવિકા રાણીએ તેની પહેલી ફિલ્મ બસંતમાં તેનો અભિનય જોઈને તેનું નામ મધુબાલા રાખી દીધું હતું.

3. રિના રોય:
અભિનેત્રી રિના રોયે પણ બોલીવુડમાં ઘણું જ નામ મેળવ્યું છે. પરંતુ તેનું અસલી નામ સાયરા અલી છે. પરંતુ આજે પણ તે રિના રોયના નામે જ ઓળખાય છે.

4. જોની વોકર:
બોલીવુડની ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા સૌને હસાવનાર અભિનેતા જોની વોકરનું અસલી નામ બહરુદ્દીન જમાલુદ્દીન કાજી છે.

5. માન્યતા દત્ત:
અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પણ પોતાનું નામ બદલ્યું છે. તેનું અસલી નામ દિલનાઝ શેખ છે. પ્રકાશ ઝાએ તેનું નામ માન્યતા રાખ્યું હતું.

6. નેહા:
અભિનેતા મનોજ બાજપાયીની પત્ની નેહા બાજપાયીનું અસલી નામ શબાના રજા છે. તેને પણ પોતાની ફિલ્મના કેરેક્ટર ઉપરથી વિધુ વિનોદ ચોપડાએ નેહા નામ આપ્યું હતું.

7. મીના કુમારી:
ભારતીય સિનેમામાં ટ્રેજેડી ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી મીના કુમારીનું અસલી નામ મહેઝબીન બાનો હતું.

8. દિલીપ કુમાર:
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે પણ ફિલ્મોમાં સફળતા માટે પોતાનું નામ બદલ્યું છે. તેમનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન છે.

Uma Thakor

disabled