700 કરોડ રૂપિયાની માલકીન આ ફેમસ બિલાડીનું મોત, બોલીવુડને ઈર્ષા થાય એટલાં હતાં ઇન્ટરનેટ પર ફોલોવર્સ

ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ ફેમસ બિલાળીનું મોત નિપજ્યું છે. ‘ગ્રમ્પી’ નામની આ બિલાળી એટલી ફેમસ હતી કે ફેસબૂક પર તેના 85 લાખ, ઈન્સ્ટાગ્રામ પર 25 લાખ અને ટ્વિટર પર 15 લાખથી વધુ ફૉલોઅર્સ હતા. ‘ગ્રમ્પી કેટ’નું 14મી મેના રોજ સાત વર્ષની ઉંમરમાં મોત થયું હતું. બિલાડી 700 કરોડની સંપત્તિની માલિક હોવાનું અનુમાન છે.

કેવી રીતે બની લોકપ્રિય?

ગ્રમ્પી કેટે 2010માં તે સમયે લોકપ્રિયતા હાંસલ કરવાની શરૂ કરી દીધી હતી, જ્યારે તેની તસવીરો ઈન્ટરનેટ પર આવવા લાગી હતી. ‘ગ્રમ્પી કેટ’ને લઈને ઈન્ટરનેટ પર ઘણા મીમ બનાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં બૂક પણ લખાઈ હતી અને મૂવી પણ બની હતી. પહેલી વખત 2012મા એક યુટ્યૂબ વીડિયોના લીધે ‘ગ્રમ્પી કેટ’ પ્રખ્યાત બની હતી. 2012માં આ વીડિયોને દોઢ કરોડથી વધુ લોકોએ જોયો હતો.

અમેરિકાના એરિઝોનામાં રહેતી ‘ગ્રમ્પી કેટ’ની માલિકે સોશિયલ મીડિયા પર બિલાડીના મોતની પુષ્ટિ કરી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું, ”અમે આપણી વ્હાલી ગ્રમ્પી કેટના નિધનની જાહેરાત કરતાં ખૂબ જ દુ:ખી છીએ.” આ બિલાડીની તસવીરનો પ્રતિકૃતિ તરીકે અને મીમ માટે ઉપયોગ થતો હતો. સ્ટેન લી અને જેનિફર લોપેઝ સહિતની ખ્યાતનામ સિલિબ્રિટી સાથે આ બિલાડીની ઘણી તસવીરો પણ છે.

નિધનના સમાચારથી ફેન્સ બન્યા ભાવુક

‘ગ્રમ્પી કેટ’ના નિધન બાદ ઈન્ટરનેટ પર તેના ચાહકો સંવેદનાઓ પ્રકટ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં ઘણા લોકોએ બિલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે ઘણા લોકોએ બિલાડી સાથે ફોટોઝ પોસ્ટ કરી ભાવુક સંદેશાઓ પણ લખ્યા હતા. બિલાડીનો એક મોટા ડૉક્ટર પાસે ઈલાજ ચાલતો હતો પણ ઈન્ફેક્શનના કારણે તેણે 14 મેના રોત અંતિમ શ્વાસ લીધા હતા.

700 કરોડની સંપત્તિ

બિલાડીને કારણે તેની માલકણ તબાથા બુંદસેન અબજો રૂપિયાની આસામી બની ગઈ હતી. બિલાડીનું અસલી નામ ટોર્ડર સૉસ હતું, પરંતુ તે ‘ગ્રમ્પી કેટ’ના નામથી ફેમસ બની હતી. બિલાડી પાસે અંદાજે 700 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે.

 

 

disabled