તૈમુર અને જહાંગીરને સૈફની 5000 કરોડની સંપત્તિમાં નહિ મળે એક ફૂટી કોડી, જાણો શા કારણે બનશે આવું ? - Chel Chabilo Gujrati

તૈમુર અને જહાંગીરને સૈફની 5000 કરોડની સંપત્તિમાં નહિ મળે એક ફૂટી કોડી, જાણો શા કારણે બનશે આવું ?

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનનો પરિવાર અમીર પરિવારોમાંથી એક છે. સૈફ શાહી પરિવારમાંથી આવે છે. જો તેની સંયુક્ત સંપત્તિની વાત કરવામાં આવે તો તેના હરિયાણામાં બે પટૌડી પેલેસ અને ભોપાલમાં એક ખાનદાની સંપત્તિ પણ સામેલ છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ સંપત્તિમાંથી એક પણ પૈસા સૈફનાં બાળકોને નહીં મળે. સૈફ અલી ખાનના બાળકોમાં સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે.

મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે પટૌડી હાઉસ સંબંધિત તમામ સંપત્તિ અને બાકીની સંપત્તિ ભારત સરકારના વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એક્ટ હેઠળ આવે છે અને આ એક્ટ હેઠળ આવે છે. જે અંતર્ગત કોઈપણ આવી સંપત્તિ અને સંપત્તિના ઉત્તરાધિકારી હોવાનો દાવો ના કરી શકે જે દાયરામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ એનેમી ડિસ્પ્યૂટ એક્ટનો વિરોધ કરવા માગે છે અને કોઈ પણ મિલકત અથવા સંપત્તિ પર દાવો કરવા માગે છે જેન લાગે છે કે આ તેમનો અધિકાર છે. તો તેમને હાઇકોર્ટમાં જવું પડશે. રિપોર્ટ પ્રમાણે સૈફ અલી ખાનના પરદાદા હમીદુલ્લા ખાન બ્રિટિશ સાશન અંતર્ગત નવાબ હતા અને તેમને ક્યારેય પણ પોતાની સંપત્તિઓ માટે વસિયત નહોતી બનાવી.

કારણ કે તેમને એમ લાગતું હતું કે આ સંપત્તિના કારણે પરિવારની અંદર વિવાદ થઇ શકે છે. બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના પિતા મંસૂર અલી ખાન એક પ્રખ્યાત ક્રિકેટર હતા અને તેની માતા શર્મિલા ટાગોર એક હિન્દી ફિલ્મોની નામચીન અભિનેત્રી હતી. તેમના પૂર્વજ પટૌડી રિયાસતનો નવાબ હતો. તો એવામાં સૈફ અલી ખાનને પટૌડી પરિવારના 10માં નવાબની રીતે જોવામાં આવે છે. તૈમુર સૈફનો નાનો દીકરો છે અને આ ખાનદાનનો નાનો નવાબ હોવાના કારણે તેમની સંપત્તિનો વારિસ નહિ બની શકે.

Uma Thakor

disabled