બોલીવુડની હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ દિગ્ગજ અભિનેતાના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ - Chel Chabilo Gujrati

બોલીવુડની હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ દિગ્ગજ અભિનેતાના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

છેલ્લા ઘણા સમયથી  બોલીવુડમાંથી કેટલીક દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે અને તેમના ચાહકો તેમની યાદને ભુલાવી નથી શકતા, ત્યારે હાલ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને ખ્યાતનામ અભિનેતા શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થયું છે, જેના બાદ આખી ઈડિન્સ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન ગત મોડી રાત્રે થયું હતું, તે લાંબા સમયથી કેન્સરથી પીડીત હતા. તે પ્રખ્યાત અભિનેતા ઉપરાંત એક સ્ક્રીપટ રાઇટર પણ હતા. તેમના નિધન બાદ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. આ ખબર પર દુખ વ્યક્ત કરતા બીના સરવરે ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું, ‘ખૂબ જ દુઃખદ સમાચાર. પુત્ર જહાંના મૃત્યુના બે મહિનામાં જ તેમનું અવસાન થયું. તેમના પુત્ર જહાને મગજની ગાંઠ હતી. 16મા જન્મદિવસ પહેલા તેનું અવસાન થયું હતું” મળતી માહિતી મુજબ, સુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર 11 એપ્રિલ, સોમવારે સવારે 11 વાગ્યે મોક્ષધામ હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

શિવ કુમાર સુબ્રમણ્યમ છેલ્લે ગયા વર્ષની ફિલ્મ ‘મીનાક્ષી સુંદરેશ્વર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં હતી. આ સિવાય અભિનેતા ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. તેમણે કેટલીક ફિલ્મોની પટકથા પણ લખી છે. અભિનેતાએ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘પરિંદા’ અને સુધીર મિશ્રાની ફિલ્મ ‘હઝારોં ખ્વાશીં ઐસી’ની પટકથા લખી હતી.

તેમની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમને પરિંદા માટે શ્રેષ્ઠ પટકથા અને હજારોં ખ્વાઈશેન ઐસી માટે શ્રેષ્ઠ વાર્તા માટેનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય શિવ કુમાર ‘2 સ્ટેટ્સ’, ‘તીન પત્તી’, ‘પ્રહાર’ અને રાની મુખર્જી સ્ટારર ‘હિચકી’માં પણ જોવા મળ્યા હતા. શિવ કુમાર સુબ્રમણ્યમે ટીવી શો ‘મુક્તિ બંધન’માં પણ કામ કર્યું હતું.

Uma Thakor

disabled