સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ પોતાના કર્મચારીઓ માટે કર્યું એવું કામ કે જાણીને તમે પણ કરશો સલામ, 1200 લોકોને - Chel Chabilo Gujrati

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ પોતાના કર્મચારીઓ માટે કર્યું એવું કામ કે જાણીને તમે પણ કરશો સલામ, 1200 લોકોને

પોતાના કર્મચારીઓને આ દિવાળી વેકેશનમાં સુરતના ડાયમંડ કિંગ ગોવિદભાઈ ધોળકિયાએ આપી શાનદાર ભેટ, 1200 લોકોને ઉત્તરાખંડ…

ગુજરાતના સુરત શહેરને હીરાનગરી તરીકે ઓળખવામાં આવે છે, આ હીરા નગરીમાં ઘણા લોકો આવ્યા અને પોતાનું કિસ્મત હીરાની જેમ ચમકાવી ગયા, એવા જ એક જાણીતા ઉદ્યોગપતિ છે ગોવિંદભાઇ ધોળકિયા. ગોવિંદભાઇ ધોળકિયા ડાયમન્ડ કિંગ ઉપરાંત તેમના સેવાકીય કાર્યો માટે પણ જાણીતા છે, ત્યારે હાલમાં તેમને જે કામ કર્યું છે તે જાણીને તમે પણ ખુશ થઇ જશો.

ગોવિંદભા ધોળકિયાની કંપની  રામક્રિષ્ણા એક્સપોર્ટ વાર્ષિક 15,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર કરે છે, ત્યારે કંપનીએ પોતાના કર્મચારીઓને આ વેકેશનમાં ખાસ ભેટ આપી છે. કંપનીના સ્થાપક ગોવિંદભાઇ ધોળકિયાએ આ વેકેશનમાં તેમના કર્મચારીને તેમના સમગ્ર પરિવાર સાથે 14 દિવસની ઉત્તરાખંડની સફર કરાવી હતી.

ગોવિંદભાઈ ધોળકિયા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારને મળીને કુલ 1200 લોકોને ખાસ ટ્રેન દ્વારા ઋષિકેશનીયાત્રાએ લઇ ગયા હતા. ગત 22 ઓક્ટોબરના રોજ 1200 લોકો સુરતથી ઋષિકેશ જવા માટે રવાના થયા હતા. ઋષિકેશમાં છેલ્લા 10 વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં વે છે, જ્યાં ગંગા કિનારે સફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.

પરિવારમાં પ્રેમની ભાવના વધે અને આ ફક્ત યાત્રા નહિ મનોરંજન પણ બને તે હેતુથી દર બે વર્ષે એસઆરકે એક્સપોર્ટ દ્વારા આ ખાસ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન રંગોળી સ્પર્ધા, આતીશબાજી, યોગ કાર્યક્રમ, પતંજલિ આશ્રમની મુલાકાત, બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ ગેમ ફંક્શન, ક્રિકેટ-વોલીબોલ ટુર્નામેન્ટ, દાંડિયા-રાસનું સુંદર આયોજન કરવામાં આવે છે. ગત 4 નવેમ્બરના રોજ ગેંગ એક્સપ્રેસ સુરત પરત પહોંચી હતી અને આ યાત્રા પૂર્ણ થઇ હતી.

Uma Thakor

disabled